૫૫ માં ખાસ પદવીદાન સમારંભમાં પદવી પ્રમાણપત્ર મેળવવા અરજીફોર્મ ભરવા અંગેની જાહેરાત.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે ૫૫ મો ખાસ પદવીદાન સમારંભ આગામી ઓગષ્ટ, ૨૦૨૪ દરમ્યાન યોજાનાર છે. આ પદવી સમારોહમાં સ્નાતક, અનુસ્નાતક કે ડિપ્લોમાં પદવી પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હોય તેવા ONLINE અને OFFLINE વિદ્યાર્થીઓ જેઓએ માર્ચ-૨૦૨૪ સુધી તથા તે પહેલા લેવામાં આવેલ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હોય તેવા તમામ વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઈન અરજીફોર્મ યુનિવર્સિટીની વેબસાઈડ www.vnsgu.ac.in ના Student Corner માં જઈ ૫૫ માં ખાસ પદવીદાન સમારંભ-૨૦૨૪ ની લીંક પર કલીક કર્યા બાદ અરજીફોર્મમાં યુનિવર્સિટી દ્વારા નિયત કરવામાં આવેલ ફી ભરી અરજીફોર્મ ભરવાનું રહેશે. જે અંગેની વિગતવાર સૂચનાઓ અરજીકર્તા વિદ્યાર્થીઓએ કાળજીપૂર્વક વાંચીને તેમાં જણાવેલ સૂચનાઓનું પાલન કરી અરજીફોર્મ તા. ૦૪/૦૪/૨૦૨૪ થી તા. ૨૦/૦૬/૨૦૨૪ સુધીમાં ઓનલાઈન ભરવાનું રહેશે.

ક્રમાંક : પરીક્ષા/કોન્વો/૭૬૩૫/૨૦૨૪ તા. ૦૧/૦૪/૨૦૨૪
 

Comments