જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ 9 થી ૮ - ગુજરાતી/અન્ય માધ્યમ) ની ભરતી અંગેની જાહેરાત વર્ષ:૨૦૨૪
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી,બ્લોક નં. ૧૨ પહેલો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન ગાંધીનગર.
જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ 9 થી ૮ - ગુજરાતી/અન્ય માધ્યમ) ની ભરતી અંગેની જાહેરાત વર્ષ:૨૦૨૪
જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮- ગુજરાતી/અન્ય માધ્યમ) ની સીધી ભરતી માટે સરકાશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના પ્રમાણમાં સંબંધિત જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓ ઉપર નિમણૂંક માટે મેરીટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ના ઠરાવ તેમજ વખતો વખતના સુધારા ઠરાવથી નિયત થયેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક:GH/SH/૦૨/PRE/૧૧-૨૦૧૬/SF-9/K, તા.૨૦/૦૧/૨૦૧૭ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વથે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
શિક્ષણ વિભાગના તા.૨૯/૧૦/૨૦૨૪ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓ દર્શાવિલ છે. સરકારી પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોના જિલ્લાફેર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયેથી તમામ જિલ્લા/નગર શિક્ષણ સમિતિના રોસ્ટર આધારિત માંગણાપત્રક મેળવી માધ્યમવાર, વિભાગવાર, વિષયવાર અને કેટેગરીવાર જગ્યાઓ જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ થતાં પહેલાં વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.
- (૧) ભરતી અંગેનું ઓન-લાઈન અરજી પત્રક વેબસાઇટ https://vsb.dpegujarat.in ઉપર તા.૦૭/૧૧/૨૦૨૪ સવારના ૧૨:૦૦ કલાકથી તા. ૧૬/૧૧/૨૦૨૪ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.
- (૨) શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકારકેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્ર ભરવા માટેની સૂચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો/પરિપત્રો ઉપરોક્ત વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે.
(૩) સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા.૧૯/૧૧/૨૦૨૪ ના રોજ ૧૭.૦૦ કલાક સુધી છે. (જાહેર રજાના દિવસ સિવાય)
ता.०१/११/२०२४
સ્થળ:-ગાંધીનગર
Comments
Post a Comment