ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગમાં પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અન્વયેની સુચનાઓ :

 



ગુજરાત પોલીસ ભરતી બોર્ડ પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર:ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેક્ટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭

ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગમાં પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અન્વયેની સુચનાઓ :-

સરકારશ્રીના ગૃહવિભાગ ગાંધીનગરના તા.૦૭/૦૩/૨૦૨૪ના ઠરાવ ક્રમાંક: મહક/ ૧૦૨૦૧૯/૫૭૦૨૩૫/સ થી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવેલ છે. (જેને હવે પછી આ જાહેરાતમાં બોર્ડ તરીકે દર્શાવવામાં આવશે)

સરકારશ્રીના ગુઢવિભાગ, ગાંધીનગરના તા.૧૭/૦૮/૨૦૨૩ના 854 આઇપીએસ/૧૦/૨૦૨૩/૧૯૧૭/૫ થી નીચે મુજબના અધિકારીશ્રીઓની બોર્ડમાં નિમણૂંક કરવામાં આવેલ છે.

અ.નં. અધિકારીશ્રીનું નામ

૧ શ્રી હસમુખ પટેલ IPS

અધ્યક્ષ અને અધિક પોલીસ મહાનિર્દેશક, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગુજરાત રાજય, ગાંધીનગર.

૨. શ્રીમતી પી. વી. રાઠોડ, IPS 

સભ્ય અને નાયબ પોલીસ મહાનિરીક્ષક, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગુજરાત રાજય ગાંધીનગર

(૧) ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ ની પો.સ.ઈ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હપ્રિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ) અને જેલ સિપોઇની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ તમામ સંવર્ગની સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.૦૪/૦૪/૨૦૨૪ (બપોરના ૧૫:૦૦ કલાક) થી તા-૩૦/૦૪/૨૦૨૪ (સત્રિના ૨૩.૫૯ કલાક સુધી) દરમાન http//ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ પોલીસ ભરતીની જાહેરાત" ના પેજ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. 

ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા ભરતીને લગતી માહિતી અને સૂચનાઓ ઉકત વેબસાઇટ પરથી સંપૂર્ણપણે કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે. ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે માંગવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે. ટપાલ, રૂબરૂ કે અન્ય માધ્યમથી મોકલવામાં આવેલ અરજીપત્રકો ધ્યાને લેવામાં આવો નહી તેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.

ઓનલાઇન મુસદ્દા મુજબ અરજી કરેલ ન હોય. અરજીમાં દર્શાવેલ વિગતો બધુરી કે અસંગત હોલ, સામાન્ય વર્ગના ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ ન હોય તો આવા તમામ

કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે માંગવામાં આવે ત્યારે રજુ કરવાની રહેશે. ટપાલ, રૂબરૂ કે અન્ય માધ્યમથી મોકલવામાં આવેલ અરજીપત્રકો ધ્યાને લેવામાં આવશે નહીં તેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.

ઓનલાઇન મુસદ્દા મુજબ અરજી કરેલ ન હોય, અરજીમાં દર્શાવેલ વિગતો અધુરી કે અસંગત હોય, સામાન્ય વર્ગના ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ ન હોય તો આવા તમામ ઉમેદવારોની અરજીઓ અમાન્ય ઠરશે.

ખાસ નોંધઃ (એ) ઓનલાઇન અરજી કરતી સમયે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા/ પતિનું નામ ધોરણ-૧૨ અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલ હોય તે મુજબ જ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઇન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે.

(બી) ઉમેદવાર જો (૧) ફકત પો.સ.ઇ. કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં PSI Cadre પસંદ કરવાનું રહેશે (૨) ફકત લોકરક્ષક કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં Lokrakshak Cadre પસંદ કરવાનું રહેશે અને (૩) જો બંન્ને માટે (પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર) અરજી કરવા માંગતા હોય તો તેઓએ Online Application માં Both (PSI+LRD) પસંદ કરવાનું રહેશે.

(સી) માજી સૈનિકો માટે ગુજરાત રાજય સેવા (માજી સૈનિકો માટે અનામત) નિયમો - ૧૯૭૫ અને સુધારેલ નિયમો – ૧૯૯૪ તથા વખતો વખત સુધારેલ નિયમો મુજબ અનામત મળવાપાત્ર રહેશે.

(૨) ઓનલાઇન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઇઝના તાજેતરના ફોટાની ઇમેજ ૧૫ KB અને સ્પષ્ટ વંચાય તેવી સહીની ઇમેજ ૧૫ KB સાઇઝથી વધે નહીં તે રીતે JPG ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે.

ખાસ નોંધ :


(A) ઉપર દર્શાવેલ જગ્યાઓની સંખ્યામાં ફેરફાર જરૂરી બનશે તો તે કરવાનો સરકારશ્રીનો અબાધિત હક્ક રહેશે અને તે ઉમેદવારોને બંધનકર્તા રહેશે.


(B) બોર્ડ / સરકારશ્રી / નામદાર હાઇકોર્ટ / નામદાર સુપ્રીમ કોર્ટ તરફથી વખતો વખત જે નિર્ણય/ ચુકાદો આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

(૪) સીધી ભરતીથી પસંદ થનાર તમામ ઉમેદવારોની નિમણુંક પ્રવર્તમાન નિયમો / પરીક્ષા નિયમો તથા નિતી વિષયક હુકમો/નિયમોને અનુલક્ષીને કરવામાં આવશે અને તે તમામ જોગવાઇઓ ઉમેદવારને બંધનકર્તા રહેશે.

નિયમો/ઠરાવો/પરિપત્રો સામાન્ય રીતે ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગની વેબ સાઇટ http://home.gujarat.gov.in તેમજ સામાન્ય વહીવટ વિભાગની વેબ સાઇટ http://gad.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ હોય છે.

(૫) તમામ સંવર્ગની જગ્યાઓ માટે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અનામતને લગતા પ્રમાણપત્રો, NCC "C" પ્રમાણપત્ર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (અગાઉ રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી) અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (અગાઉ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી તરીકે ઓળખાતી) નું પ્રમાણપત્ર, રમત-ગમતનું પ્રમાણપત્ર, વિધવાનું પ્રમાણપત્ર સીધી ભરતી થવા માટેની વધારાની તમામ લાયકાત અને તમામ પ્રકારના પ્રમાણપત્ર અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇશ્યુ થયેલા હોવા જોઇએ.

કોઇપણ અનામત જાતિનો લાભ લેનાર ઉમેદવારની પાસે અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇશ્યુ થયેલ હોય તેવા જે તે જાતિના માન્ય પ્રમાણપત્રો હોવા જરૂરી છે. આવુ પ્રમાણપત્ર નહી ધરાવનાર ઉમેદવારને અનામતના લાભ મળવાપાત્ર રહેશે નહીં.


Comments