જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ  

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ  

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગમત તથા SPC, SCOUT & GUIDE, ART & MUSIC જેવી સર્વ શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે સર્વાત્રિક વિકાસની ઉત્તમ તકો છે. ફોર્મ‌ ભરવા ઉત્સુક દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને વહેલી તકે ફોર્મ ભરવા આચાર્ય પી.જે.ડી વિલિયમે એક અખબારી યાદીમાં જણાવ્યું છે. 


જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ માહિતી બ્યુરોઃ વલસાડ,...

Posted by INFO Valsad GOV on Friday, August 16, 2024

Comments

Popular posts from this blog

૫૫ માં ખાસ પદવીદાન સમારંભમાં પદવી પ્રમાણપત્ર મેળવવા અરજીફોર્મ ભરવા અંગેની જાહેરાત.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી

ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગમાં પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અન્વયેની સુચનાઓ :